આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલનમાં PM મોદીએ કહ્યું-'અમે 1500 જૂના કાયદા ખતમ કર્યાં'

આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલનને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે જ્યાં જૂના કાયદા રદ કર્યાં ત્યાં નવા કાયદા પણ બનાવ્યાં. તેમણે કહ્યું કે અમારી સરકારે 1500 જૂના કાયદા ખતમ કરી દીધા છે. પીએમ મોદીએ કહ્યું કે ન્યાયપાલિકામાં દરેક દેશવાસીની આસ્થા છે. 

આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલનમાં PM મોદીએ કહ્યું-'અમે 1500 જૂના કાયદા ખતમ કર્યાં'

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલનને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે જ્યાં જૂના કાયદા રદ કર્યાં ત્યાં નવા કાયદા પણ બનાવ્યાં. તેમણે કહ્યું કે અમારી સરકારે 1500 જૂના કાયદા ખતમ કરી દીધા છે. પીએમ મોદીએ કહ્યું કે ન્યાયપાલિકામાં દરેક દેશવાસીની આસ્થા છે. 

તેમણે કહ્યું કે 'હાલમાં જ કેટલાક મોટા નિર્ણય લેવાયા છે, જેને લઈને સમગ્ર દુનિયામાં ચર્ચા હતી. નિર્ણય લેવાતા પહેલા અનેક પ્રકારની આશંકાઓ વ્યક્ત થઈ રહી હતી. પરંતુ શું થયું? 130 કરોડ ભારતીયોએ ન્યાયપાલિક દ્વારા અપાયેલા આ ચુકાદાઓને પૂરી સહમતિથી સ્વીકાર કર્યા.' 

પીએમ મોદીએ કહ્યું કે "સરકારની કોશિશ છે કે દેશની દરેક કોર્ટ ઈ-કોર્ટ ઈન્ટીગ્રેટેડ મિશન મોડ પ્રોજેક્ટ સાથે જોડવામાં આવે. નેશનલ જ્યુડિશિયલ ડાટા ગ્રિડની સ્થાપનાથી પણ કોર્ટની પ્રક્રિયાઓ સરળ બનશે."

— ANI (@ANI) February 22, 2020

વડાપ્રધાને કહ્યું કે મને ખુશી છે કે આ કોન્ફરન્સમાં ‘Gender Just World’ ના વિષયને પણ રાખવામાં આવ્યો છે. દુનિયાના કોઈ પણ દેશ, કોઈ પણ સમાજ Gender Justice વગર પૂર્ણ વિકાસ કરી શકે નહીં અને ન તો ન્યાયપ્રિયતાનો દાવો કરી શકે નહીં. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે ભારતનો સમાવેશ દુનિયાના બહુ ઓછા એવા દેશોમાં થયેલો છે જેણએ સ્વતંત્રતા બાદથી જ મહિલાઓને મત આપવાનો અધિકાર સુનિશ્ચિત કર્યો છે. આજે 70 વર્ષ બાદ હવે ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી પોતાના સર્વોચ્ચ સ્તરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news